છોડ્યો તમે જે હાથ એ વાતનું ર્દદ નથી ,ચાતક


છોડ્યો     તમે   જે   હાથ    એ   વાતનું  ર્દદ  નથી ,
પીડા    એ   છે   અમે   હાથ   ને   શણગાર્યા  નથી .


ઠોકર     મારી  જમાનાએ  તેમાં   તું    પણ    સહી ,
અમારા    ર્દદ   બેરહેમ   થયા  રહેમથી  તું   આવ .


પડઘા     સાત    ભવોના   હોય   જો       સાંભળ્યા ,
દુઆ   એક  ભવની  જો  મળે  તે  લઈને  તું   આવ .


દરિયાએ    પકડ્યો   ઉછળતા   મોઝાનો    કિનારો ,
હદયના પડઘાતા ઘુઘવાટ ને સાંભળવા  તું   આવ .


"ચાતક"  ના ચોપડામાં  નામ  જો તારું   ના   હોય ,
કોરા     હાથની   લકીરોમાં   સમાઈને   તું     આવ .

ચાતક

Post a comment

0 Comments