રોઈ રોઈ ને એ માણસ કુશળ થઈ ગયો ચાતક ,


રોઈ    રોઈ     ને   એ    માણસ   કુશળ  થઈ   ગયો ,
પથ્થર   બરાબર  ઘસાયો આળસ ઈશ્વર થઈ  ગયો


અંધકાર    ને   દૂર   કરવા   દીવો   કરે   એ   પહેલા ,
સમયની તેજ ચાલમાં સવાર નો  ઉજાસ થઈ  ગયો


પર્વત    પરના   ઝરણા  ઉછળતા  નદી  થઈ  ગયા ,
એકતા ની    ચાહમાં    નદી     દરિયો    થઇ    ગયો .


ભીતરમાં     કરિશ્મા થી     ગર્ભ નો    ઉજાસ    થયો ,
બાળક રડે , હસે  એ પહેલા માણસ જર્જર થઇ  ગયો .


બાળ, યુવા ને  ઘડપણ, શું  માંગે માણસ પાર્થનામાં,
રાખનો   ઢગલો  માણસ  જોતજોતા  માં  થઇ  ગયો .


ચાતક   તેં  રુદનમાં   ના   માંગ્યો   સદાય  વરસાદ,
"ચાતક"  દેવ    છે    ને    છેલ્લ્રે   દેવનો  થઇ  ગયો

ચાતક

Post a comment

0 Comments