આયના પર લાગેલી સદા ધૂળ મળે ,ચાતક


આયના    પર     લાગેલી    સદા    ધૂળ  મળે ,
તારાજ   પ્રતિબિંબ  ના ધૂંધળા સદા સળ મળે .


ભાગ્યમાં    તારોજ     સૂરજ      ના    ઝળહળે ,
તારા  પડછાયા  રઝળતા સદા પળેપળ  મળે .


તારી   ને    મારી   ખુદા   સરખી   પીડા    હશે ,
તારા શ્વાસ ના સ્પર્શ થી સદા તું રઝળતો  મળે .


શ્ર્ધાથી   રામાયણ  ગીતા  ઉપનિષદ   વાંચ્યા,
શોધવા કાશી  મંદિર ગયા  ત્યાં  ધીતિંગ  મળે .


"ચાતક" શોધવા  તો ગયો મોતી માનવતાના ,
ડૂબ્યો તો  ખરો  ત્યાં શ્વાસ  લેવાના  ફાંફા  મળે

ચાતક

Post a comment

0 Comments