સળગતી લાગણી ને ઝબોળી દે ,ચાતક


સળગતી       લાગણી    ને      ઝબોળી       દે ,
નિજ     આત્મા     ને    નીચોવી    સૂકવી    દે


અલગારી   જિંદગી   ની   અગાસી  ઉભો   રહે .
હરહંમેશ     ત્યાંથી    ડૂચો     વાળી    ફેંકી   દે .


ઉભો     થા    તું     ભલો    તારો   ખુદા   ભલો ,
નિજ     આત્માને  સતત  ભીતર   ઝંઝોળી   દે .


અલગારી   બની ભલા  સ્નેહથી   કિરતાર   લે ,
અહી    છે   ભલા  સ્વર્ગ   નર્ક   તું   દાતારી  દે .


ખબર   નહિ   ઉપર   શું   બખડ   જંતર   ચાલે ,
પથ્થર એક ઉપર જાય બીજો હાથમાં આપી દે ,


ચર્ચાઓ પણ "ચાતક"  કોની   સાથે  બેસી  કરે .
દશ દિશામાં  તું  જડે નહિ  ચમત્કાર  આપી  દે .

ચાતક

Post a comment

0 Comments