જામના ઘૂંટને ઘૂંટી ને ના પી તરસ તરસી જાય,ચાતક


જામના  ઘૂંટને  ઘૂંટી  ને  ના  પી  તરસ  તરસી  જાય ,
ધીમે   ધીમે  ઘૂંટ  ને  પી  સદા  ઝેર  પણ  પચી  જાય .


આયના  ના  ટુકડા ભેગા કરી છબી સતત મારી જોવું ,
ક્યા ચહેરા ને ખુદ મારો કહું,ખુદને સતત છેતરી જાય .


કેટલો  સસ્તો  થઈ  ગયો   છે  ખોવાયેલો  મારો  ખુદા ,
હયાત  હોવો જોઈએ ત્યાં ના હોય મંદિરમાં જડી જાય


સમણાં   નો  તાજમહેલ  હું  જ ,  શાહજહાં  પણ  હું  જ ,
ડૂબો  સતત  પ્રયણ માં ,ખુદમાંજ મુમતાઝ મળી જાય .


"ચાતક"  નું   દિલ  સદા સતત ભીતર  વલોવાયું   છે ,
ભીતર માં મંથાયેલું  ઝેર  અવિરત અમૃત  બની જાય .

ચાતક

Post a comment

0 Comments