કેવા લોક લથ પથ જામ સામે ચેસ કહી પીવાનું રાખે છે ,ચાતક

કેવા લોક લથપથ  જામ સામે 'ચેસ' કહી પીવાનું રાખે  છે ,
ક્યાંથી   આવી લોક  વ્યથાને  કેશ  કરી જીવવાનું રાખે છે,

કોઈ  સાજનની  નયનો ના ચંચળ કામણથી ઘાયલ હોય ,
ઊંડા   જખ્મોના  ભડકાથી   ફેસ  કરી  લડવાનું  રાખે  છે ,

ઘૂંટ  લે  એવી રીતે જાણે જીવતરનું  સરનામું  મળ્યું  હોય ,
વલખાંની   લાગણી  ફંગોળી  જામ  અથડાવાનું  રાખે  છે ,  

સંબંધોના માનવ  વ્યવહાર  ને  નાણાં બોદાં થઈ જાય છે , 
આવનારને  સાકી  પ્યાલા   પીરસી રણકારવાનું  રાખે છે ,

હ્રદયના દુઃખ-દર્દની ભારે તીખી ફાંસની વાગતી ચીસોને ,
કેવા જતનથી  સાકી  મયખાનાને  શણગારવાનું  રાખે છે ,

ઝાંઝવાં  જીવતરના  ઝેરને  ઘોળી  લલકારીને  જીવી   લે 
મદિરાને જીવતર રસસહ  "ચાતક"  ગટગટાવાનું રાખે  છે 

મુકુલ દવે "ચાતક"

Post a comment

0 Comments