સ્વયં રડે હર હ્રદય આંસુ નયનમાં હોતા નથી ,

સ્વયં   રડે   હર    હ્રદય    આંસુ   નયનમાં   હોતાં   નથી ,
ઊછળતાં  નિજ  જળનાં  હર મોજાં તળાવમાં  હોતાં નથી 

સૂરજનું     ઊગવું    ને    ઢળવું    નિજ    સાંજનું    હંમેશ ,
માણસ   ગઈ કાલના  આજના   એકરૂપમાં  હોતા    નથી 

તુજને   કહ્યું  છે  કોઈ  પળે  નિજ    પંચતત્વોમાં  ભળીશ ,
અંતિમ   સફરમાં  નિજ  પગલાં  સ્મશાનમાં  હોતાં  નથી 

મારો    ટકોરા    માણસને,  ખાલીપાથી    ખખડયા    કરે ,
જોયા કર "ચાતક" નિજ  હ્રદયના અવાજમાં   હોતાં નથી 

મુકુલ દવે "ચાતક"

Post a comment

0 Comments