25 May 2014

વસ્યા છો આંખમાં મારી તમે ખુદ વિરહની પળ વીતી નથી ,ચાતક


વસ્યા છો આંખમાં મારી  તમે, ખુદ વિરહની પળ વીતી નથી ,
અમારી આંખમાંથી પણ કદી  અશ્રુધારા છલકવા દીધી નથી ,

રહ્યા  છો   મૌનના  સ્વરૂપમાં  પડઘાતા જ   મારા  સ્મરણમાં ,
ખરેખર   ત્યારથી   ખુદ  જિંદગીને  બાથમાં પણ ભીડી  નથી

સતત   એકાંતમાં  મૃગજળના   ધ્રાસકાઓ    પડે   પુકારોના ,
રહ્યો   વિરહમાં પણ તારા વગર, ખુદ જિંદગીને  જીવી  નથી

અમસ્તા ને  અમસ્તા  કોણ  બે  પળ આવી ઝેરને  ઘૂંટી  ગયું ,?
છતાં પણ તું  જરૂર આવીશ  એ  અંતરની આશા થીજી  નથી ,

સતત  તરસ્યો  રહ્યો  "ચાતક"  વરસતા વાદળની ઝંખનાથી ,
વરસવાનો  જરૂરથી  એ જ  આશે  આંખને   ખુદ  મીંચી  નથી

મુકુલ દવે "ચાતક"
Top Health Gudeline

12 May 2014

ઈશ્વરને પથ્થર પિંજરમાં રહેવું ગમે નહીં એટલે એને ખુદાઈ પરખાવી દીધી ,ચાતક

ઈશ્વરને    પથ્થર   પિંજરમાં   રહેવું   ગમે   નહીં
એટલે     એને       ખુદાઈ     પરખાવી      દીધી ,
વાચા ફૂટે  નહીં  નિજ  પથ્થરમાંથી  ખુદ માનવ
થઈને        પયગમ્બરી       સમજાવી       દીધી ,

પાપોની      નિશદિન    બાંધેલી     મુઠ્ઠી    ખોલી
 ને  ત્યાં     જાદુઈ     ચિરાગ  ગાયબ   થઈ ગયો ,
હથેળીમાં  પાનું  મૂક્યું   કર્મોનું  ને  પુણ્ય  પાપને
દીવાસળીથી        આગ       સળગાવી       દીધી ,

ઊભો      હતો    સમય   પણ    સૌ   ખેલતા  ખેલ
ચૌરાહે    બેશરમ     થઈ     છળની    પ્રતીક્ષામાં ,
જગતના     તમાશા   ખુદ    જોવા    એને     પણ
સૌ     ઘટનાને    બેરહેમીથી     પલટાવી    દીધી ,

જીવનના   ઉદ્યાનમાંહે  મળ્યું તકદીર બિલ્લીપગે
ને           ચાલ્યું      પણ   બારણાં    બંધ    કરીને ,
કયામતમાં          ચિત્રગુપ્તની           કિતાબોમાં
ભાગ્યની      પ્રતીક્ષાને     પણ      હંફાવી   દીધી ,

એવું  લાગે  છે કે  "ચાતક" કારણ  વિના  અમસ્તાં
આકાશમાં        વાદળ    બંધાયાં    નહીં       હોય ,
હવે     તો     દોસ્તો   તેની   હયાતીના     પ્રશ્નોના
ઉત્તર      રૂપે       પણ    તરસ    છીપાવી    દીધી


મુકુલ દવે "ચાતક"
Top Health Gudeline

3 May 2014

સમયની ચાલમાં ડોસો બેસી બાંકડે ખુદને પણ છેતરયા કર તો તો ,ચાતક


સમયની   ચાલમાં   ડોસો  બેસી  બાંકડે  ખુદને  પણ  છેતર્યા  કરતો'  તો ,
પરોઢિયે,   બપોરે  ને   ખુદ  સાંજે   સમયના  શ્વાસને  ખોતર્યા  કરતો' તો ,  ,

જીવનના પંથમાં વરસો  વિતાવ્યાં, ભ્રમિત  રઝળપાટમાં   તરસ્યા  રહ્યા ,
હજીપણ    કમબખ્ત  માયાની  ચાદર વણી    હંમેશ  વેતર્યા    કરતો' તો ,

દરેક નિયમો નેવે મૂક્યાતા ઊજવવા તમાશાઓ જીવતરમાં તે છતાં પણ ,
કઈ  પ્રતીક્ષાને  બહાને   ખુદ   એ    પણ    ભૂતકાળ   નોતર્યા   કરતો' તો ,

સફર ને કાફલાની સૌં પળોજણની છેલ્લે  સમજણ  પડાવના અંતમાં પણ ,
નવા   ઘરમાં   જવા  એ  પ્રતીક્ષાના  પથ્થ્રરો   ખડકી   છેતર્યા  કરતો' તો ,

ગરિમા  તો  એમાં ખુદ હોય  છે  "ચાતક" કે સૂર્ય ઊગે ને આથમે દમામથી ,
જીવનના  ઉત્સવોના   મહોત્સવને   પણ  બેઠો  બેઠો  જોતર્યા    કરતો' તો ,

મુકુલ દવે "ચાતક"