20 April 2015

પગે ઠોકર વાગી બાજુમાં ખસેડ્યો એ પથ્થર હતો ,મુકુલ દવે "ચાતક"


પગે    ઠોકર    વાગી   બાજુમાં   ખસેડ્યો    એ   પથ્થર   હતો ,
આંખના જળથી કંડારી એને  મંદિરમાં  મુક્યો  એ  ઈશ્વર  હતો ,

ઘસી  ખુદ પથ્થરને  પ્રતિબિંબિત  કર્યો   બસ  આ જ  આયનો ,
સત્ય બોલતા દર્પણ મહીં  ખુદને કેદ કર્યો  એ   રહગુઝર  હતો ,

મીણબત્તી  ધરી પથ્થરના  અંધારમાં   એ  સ્વજનને  શોધતો ,
અતીતના  કમાડ      બંધ    થયા   છતાં    એ    ભીતર   હતો ,

ખુદને પથ્થર      ચંદન   કેસર    ઘસી    સુગંધીદાર   બનાવે ,
આભૂષણ   બની   સુંદરીના   ગળે   જડ્યો   એ  મગરૂર   હતો ,

ખુદને ખુદા સમજતો માનવ પથ્થરને ઈશ્વર કહેતો થઈ ગયો ,
"ચાતક"  શ્રદ્ધા  ને સર્જનહારે રંગ રાખ્યો  એ  કીમિયાગર હતો

મુકુલ દવે "ચાતક

17 April 2015

ઊંટ પીઠ પર બેસી વણઝારાની જેમ જીવન શણગારવું કેવી રીતે ,મુકુલ દવે "ચાતક"


ઊંટ પીઠ પર બેસી વણઝારાની જેમ જીવન શણગારવું કેવી રીતે ?,
છાતીમાં   ઘૂઘવતા   કોલાહલમાં  શ્વાસ   લઈ  હાંફવું   કેવી   રીતે ?,

કરવટ   બદલતાં    વાંસવનમાંથી    બની   નહીં    કોઈ    વાંસળી ,
કૃષ્ણ  વિણ    જીવનના    ચક્રભેદને     અજવાળવું     કેવી     રીતે ,?

જિંદગીના    તીર   નિશાનથી   શ્રવણે   મજબૂરીમાં   કાવડ   લીધું ,
ભવભવનાં  કર્મ  ભેદી ને સોંસરવા  આયખાને  બાળવું   કેવી  રીતે ,?

'થપ્પો, થપ્પો'  કહી રમત હાર્યા મારી બેઠા  થાપા ભીંત પર  કંકુના,
બાળપણની ભીના હ્રદયના સ્મરણની રિકતતાથી લડવું  કેવી રીતે ?,

પાણીની   રમતમાં   બાળપણ    ભીનુંછમ્મ   સાપેક્ષ   રમતું    હોય ,
ઘડપણ મહીં "ચાતક" ચરણને છીછરા પાણીમાં પખાળવું કેવી રીતે ?,

મુકુલ દવે "ચાતક"
5 April 2015

આંખ મિલાવે નહીં શબ્દોના ઈશારે કહે બોલ્યા વગર ,મુકુલ દવે "ચાતક"


આંખ   મિલાવે   નહીં  શબ્દોના   ઈશારે  કહે  બોલ્યા  વગર ,
મળે ના ઉત્તર પાંપણ  ઢાળી પ્રેમ ને  નફરત  તોલ્યા  વગર ,

અતીતની     ભીનાશને     વાંચી    શકું     આંખોમાં   જોઇને
ને    પગેરું    મળે    જીવનનું     કિતાબને    ખોલ્યા    વગર ,

ઝૂમ્યા   હતા   ઘર, ગલી ,  કૂવા  ને  પનઘટના   આંગણમાં ,
પાલવના ઉન્માદમાં પળપળ તરસ્યા રહ્યાં ,ભીંજ્યા  વગર ,

ઘરનાં બારણાં ખોલ્યાં અડગ રહીને ,ખુલ્યાં  નહીં  ભીતરનાં ,
ને    ભેટ્યા    આપણે    ગુંચવેલા   મર્મને    ઉકેલ્યા    વગર ,

જીવી    ગયા   ભ્રમ    અને   ભ્રમની    સદંતર    પ્રલંબતામાં ,
એ  મારા  હતા  નહીં  ને   થઇને  રહ્યાં, ખુદને  શોધ્યા  વગર ,

ઈશારા  શબ્દોના નિષ્ફળ  જતાં  દર્પણ  મૌનથી  ધરી  ગયાં  ,
ક્યાંથી   તૃપ્તિ  થઇ  શકે   "ચાતક"  એના    વરસ્યા   વગર ,

મુકુલ દવે "ચાતક"

,