ઊંટ પીઠ પર બેસી વણઝારાની જેમ જીવન શણગારવું કેવી રીતે ,મુકુલ દવે "ચાતક"


ઊંટ પીઠ પર બેસી વણઝારાની જેમ જીવન શણગારવું કેવી રીતે ?,
છાતીમાં   ઘૂઘવતા   કોલાહલમાં  શ્વાસ   લઈ  હાંફવું   કેવી   રીતે ?,

કરવટ   બદલતાં    વાંસવનમાંથી    બની   નહીં    કોઈ    વાંસળી ,
કૃષ્ણ  વિણ    જીવનના    ચક્રભેદને     અજવાળવું     કેવી     રીતે ,?

જિંદગીના    તીર   નિશાનથી   શ્રવણે   મજબૂરીમાં   કાવડ   લીધું ,
ભવભવનાં  કર્મ  ભેદી ને સોંસરવા  આયખાને  બાળવું   કેવી  રીતે ,?

'થપ્પો, થપ્પો'  કહી રમત હાર્યા મારી બેઠા  થાપા ભીંત પર  કંકુના,
બાળપણની ભીના હ્રદયના સ્મરણની રિકતતાથી લડવું  કેવી રીતે ?,

પાણીની   રમતમાં   બાળપણ    ભીનુંછમ્મ   સાપેક્ષ   રમતું    હોય ,
ઘડપણ મહીં "ચાતક" ચરણને છીછરા પાણીમાં પખાળવું કેવી રીતે ?,

મુકુલ દવે "ચાતક"
Post a comment

0 Comments