યાત્રી છું પ્રભુ જીવન જુગારીનો, પત્તા સબળ આપી દે ,મુકુલ દવે "ચાતક"


યાત્રી   છું  પ્રભુ  જીવન  જુગારીનો,  પત્તાં  સબળ  આપી  દે ,
બાજી   પીરસ   જીત   હારની,   દાવની   અટકળ   આપી  દે ,

ખખડાવી   દ્વાર    ભલે   તું    રમાડે   સંતાકૂકડી   ને   થપ્પો ,
હારની  બાજી  જીતમાં  ફેરવવા, અણસારની  કળ  આપી  દે ,

મુરલી  તારો વૈરાગ્ય  ને  વિરકિતનો  અણમોલ   સધિયારો ,
તારા પ્રતાપે  ગૂઢ  ખોજના ,   ઈશારાની   સાંકળ  આપી   દે ,

જગત   છે   સંપૂર્ણ   જુગારી  માણસ  માણસ  વચ્ચે  તમાશા ,
યાત્રા   કર  નગરની  શામળ,   સ્મરણ  પળે  પળ  આપી  દે ,

નિરાકાર છતાં  ભીતર ફંફોસી  જોયું ધાર્યું  હતું  એવું  ન  હતું ,
ઘણો મથ્યો કિન્તુ જીવન અર્થના, હિસાબનો કાગળ આપી દે ,

હવે  નથી  સહી  શકતો  "ચાતક"  તારું   આ  મૌનનું  ભારણ ,
અકળ  લીલામાંથી   બહાર  આવ,   મર્મની  કૂંપળ  આપી  દે ,

મુકુલ દવે "ચાતક"

Post a comment

0 Comments