24 May 2016

પ્રેમના ઉન્માદમાં જેવા અમે અમસ્તાં નડ્યા છે ,મુકુલ દવે 'ચાતક'


પ્રેમના  ઉન્માદમાં  જેવા  અમે  અમસ્તા  નડ્યા   છે
ચાહને   બસ   મ્હાત  કરવા  હાથમાં  હીરા જડ્યા  છે ,

એમના સઘળાં દ્રશ્ય પારદર્શક તો કાયમ હતા  નહીં ,
કૈક  ઘટનાના   કિસ્સામાં  ક્યાંક મનસૂબા  અડ્યા  છે ,

આઇનામાં સૌ  દ્રશ્ય પણ ઝીલાતાં કાયમ નથી  જ્યાં ,
ત્યાં સતત પૂર્વગ્રહ ની આંખે પડળ સદંતર સજ્યા છે ,

કોઈ    તંતુ    આસ્થાનો    સર્વ    વ્યાપક    ફૂટ્યો   છે ,
કોતરી  ને  પૂજીશું   પથ્થરરો , જે   રસ્તે  પડ્યા    છે ,

સાવ   સૂરજના કિરણ એ,  જાતને   અળગી  કરી   છે ,
ને પ્રખર તડકા વચ્ચે  ભ્રમણા એ પડછાયા ઘડ્યા  છે ,

ઘર  બનાવવા  લઈ  મુઠ્ઠી  રેતી  કિનારા  એ પહોંચ્યાં ,
છેક   ઘૂઘવતાં   ઉછાળા   મારતાં   પાણી    ચડ્યા  છે ,

વાદળાંઓ  આભમાં   વિસ્મય   થઇ   ટોળે  વળ્યાં  છે ,
જો   ફકીરી ને તું  'ચાતક' ,બુંદ એક બે  પણ દડ્યા  છે ,
મુકુલ દવે 'ચાતક'
Top 50 Beauty

7 May 2016

ઝેર જીન્દગીના ઢંઢોળી અલખ નો મર્મ શોધો ,મુકુલ દવે "ચાતક"

જિંદગીના   ઝેર  ઢંઢોળી   અલખ  નો   મર્મ   શોધો ,
ને  ગળે  અટકેલ  શંકરના   વિષ   નું   તર્ક     શોધો ,

બાઈબલ,ગીતા, અને  કુરઆન લઈને  તું  જો વાંચે ,
રક્ત થી ખરડેલ  તલવાર,  તીરના   સંદર્ભ   શોધો ,

ઓળખે  છે  જેમ  તું  એવા  શત્રુ ની  મઝા   છે  પણ
વીંટળેલા    ટેરવે     દોસ્તીના    છૂપા   સર્પ   શોધો ,

જિંદગીના    હાથના  એ    સ્પર્શ ને   ઓળખે  છે   તું  ,
ગૂઢ થપ્પડ ના જખમનો  આરપાર  ઝટ અર્થ  શોધો ,

ને  હથેળીમાં રેખાઓ ત્યાં  જ અટકે  છે  વિના કારણ ,
ઠેસ    વાગતા   તૂટતી   રેખાનું  ખરતું    દર્દ    શોધો

મુકુલ દવે "ચાતક"
Top 50 Beauty

1 May 2016

ભટકી ભટકી ને માણસ ની જાત ટોળા થી ફૂટી નીકળી ,મુકુલ દવે "ચાતક "

દરબદર ભટકી ને  માણસની  જાત    ટોળાંથી  ફૂટી  નીકળી ,
એવું   તો  શું  ત્યાં  હતું   કે   જાત  માનવની  લુચ્ચી  નીકળી,

સહચરે છે રાતદિવસ  ભેગી  થઈ  સમડીઓ ની  જાત  અહીં ,
ચાંચમાં    લઇ  દૂર  ઊડી ને જવાની   ગંધ   ભુખ્ખી   નીકળી,          

હાથ   છોડી  ને  ગયા,   જીવનનું   મૂલ્ય   મૌન   લાધ્યું  મને
લાગણી ના પડ ને નખથી ખોતરવાની ચાહ  ખુલ્લી  નીકળી

છો, કૃષ્ણ  નામે અગમના,ને   નિગમના   સૌ   નીર પી  ગયા
પણ  શકુની  ચાલ  આગળ તો  કૃષ્ણ ની  ક્ષણ  બુઠ્ઠી  નીકળી,

ને  ઈચ્છાના જ્યાં હરણ  હણ હણતા છૂટે ત્યાં જ  'ચાતક'  કહે ,
એ   ભરે  ખોબો  સમંદરમાં, તરત    ત્યાં  તંગ   મુઠ્ઠી  નીકળી,

મુકુલ દવે "ચાતક "
Top 50 Beauty