શ્વાસનું એ મૌન છળવત થઇ ઠગાઈ જાય છે મુકુલ દવે 'ચાતક ',

શ્વાસનું  એ મૌન  છળવત થઇ ઠગાઈ જાય  છે
ને    ખભો   આપી   તું   કેવો  છેતરાઈ  જાય છે

સ્વપ્નની   જેમ   તું    તો   સાવ  ભૂલાઈ  ગયો
આમ    બીજાનો   ચ્હેરો    ચીતરાઈ   જાય   છે

પથ્થરના     ઈશ્વર     અંતે     તરાસ્યાં    ઘણા
કાચના   ઘરમાંય  શ્વાસો  ઓળખાઈ   જાય  છે

આયના  ને   શું   સૂઝ્યું   આજ   વર્ષો  બાદ  કે
બિંબ   આવીને   ચ્હેરાને   અંતરાઈ    જાય   છે

આજ 'ચાતક' જળનું સગપણ ના તૂટે એ કારણે
હર  તરસતાં  જીવમાં વાદળ  છવાઈ  જાય  છે
મુકુલ દવે 'ચાતક '

Post a comment

0 Comments