હું ઘટગટાવી સમયને પણ ઊંડેથી પી રહ્યો છું ,મુકુલ દવે 'ચાતક'

હું ઘટગટાવી સમયને  પણ  ઊંડેથી પી રહ્યો  છું
આયનામાં  જીર્ણ  મારા ચ્હેરાને  ચૂમી  રહ્યો   છું

લાજ રાખું  છું હું  પણ તારી સમય તારા નશાની
ઝાંઝવાની  તીવ્ર  સ્વયંની તરસ  ઘૂંટી   રહ્યો  છું

સાવ  નિરર્થક  દોડ્યો  ખુદ તું જ્યાં દીવાનગીમાં
પ્રેમ સ્મરણના જ  રંગીન તારલા તોડી  રહ્યો  છું

હું  જરા  જાગું  ન   જાગું  ઊંઘમાંથી ને  અચાનક
જે    રહેલા   શ્વાસના   થડકા   માણી    રહ્યો    છું

છે ફણીધર નાગસમ જેવો સમય તો કૈં અનંતનો
નાથવા    નારાયણ    વિષ્ણુને   પ્રાર્થી   રહ્યો   છું

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments