જિંદગીનો દાખલો ખોટો થર્યો ને ભૂંસાતા સરવાળો મોટો થયો,મુકુલ દવે 'ચાતક'

જિંદગીનો  દાખલો  ખોટો  થર્યો  ને  ભૂંસાતા  સરવાળો  મોટો  થયો
શૂન્યની ને ચોકડીની  કૈ  રમતમાં  પણ  કપાળમાં તો લિસોટો થયો

કેટલાયે  પુણ્યોથી  તો   ઉલેચ્યાં  જ્યાં  અંતરના  અંધારા  એ  પછી
આમ તો સમજાયું કળિયુગમાંય કૌભાંડોનો સરવાળો તો ખોટો થયો

ને  સુગંધોના  ખજાના  લૂંટવાના  મનસૂબામાં  ફાંસ  ખટકી ગઈ  ને
ફૂલના એ  ઉઝરડામાં  છળ  થતાં ની  સાથે એના સંગમાં કાંટો થયો

આટલો   છે  સાર  જીવનની  નયાનો  અંતવેળા  ઈશ્વર  સુધી   જવા
જયાં  દુઆમાં  મૂક્યો  વિશ્વાસ  પળભરમાં  જ   નાખુદાનો ભેટો થયો

સાવ   કોઈનીય   હોતીએ   નથી   કોરી   આંખો  'ચાતક'  ઊંડે  ઉતર
લાગણીનો  જ્યાં  તરાપો  મૂક્યો  ત્યાં  આંખ છલકાતાં પરપોટો થયો

મુકુલ દવે 'ચાતક' 

Post a comment

0 Comments