શ્રદ્ધાથી આંખ બિછાવી છે દર્શનની ઝલકનો અંજામ આપો ,મુકુલ દવે 'ચાતક'

શ્રદ્ધાથી    આંખ   બિછાવી    છે   દર્શનની   ઝલકનો   અંજામ   આપો
અસ્તિત્વ   જેવું   જો   હોય   આગળ    બસ   હયાતીનું    નામ   આપો

કૈં  અમથું  ખોયું  નથી  એની  પ્રતીક્ષામાં  અમે  ઝળહળ  આંખનું  નૂર
દેહનો  કણકણ  સઘળો  દ્રષ્ટિ  બની  જાય  પ્રભુ  એવો  મુકામ  આપો

હું ભટકી રહ્યો છું એને મનાવવા , પણ અર્થ  પૂરેપૂરો  પહોંચતો  નથી
હુંય  ભૂલો  તો  પડ્યો  છું  બસ  અજાણતાં  દેહના રામનું  ઠામ આપો

મૌનની  વાચા  કોણે  આપી  છે, બે ચાર  દિલની  પણ વાત  ના થઇ
મર્મ એમનો ના સમજી શક્યાં ને ચરણો અટક્યાં નહીં ઇલ્ઝામ આપો

જિંદગી  આબેહૂ  લાગે  છે  અસર  જોઈ  દીવાનગીની  તારા  દિલની
આ  મિલન  આશા  તણી  એવી  મને  ખુદા સંજીવની  બેફામ  આપો

મુકુલ દવે 'ચાતક'
Post a comment

0 Comments