ઊંચી ડેલી તારી સજાવા એ શ્રદ્ધાથી પગથિયાં પુજતો હોવો જોઈએ, મુકુલ દવે 'ચાતક '

ઊંચી  ડેલી  તારી  સજાવા  એ  શ્રદ્ધાથી  પગથિયાં  પુજતો  હોવો   જોઈએ
ભીતર  વસે  છે  ને  છતાં  ખુદ  દરબદર  સરનામું તો  પૂછતો હોવો જોઈએ

ને આમ જોવા જઈએ તકલીફ સૌ ની છે  કે યાદ કોઈ અમથું તો કરતુ નથી
સૃષ્ટિ  માં  શ્રદ્ધાનાં  જ  દીવામાં  તું  ઘી  એ  આશયે  પૂરતો  હોવો  જોઈએ

ને કૈ યુગોથી આભમાં તારો ચ્હેરો અગ્નિમાં ધગધગ તો ઉગ્યો હોવો જોઈએ
સુંદર  સવાર  કાજે  ચાંદની  ની  ગોદમાં  જઈને  મઝા  લૂંટતો હોવો જોઈએ

શું   આભ   ખોઈ   પાંજરે   પુરાઈ   પોપટ   કેવી   રીતે  મીઠું  બોલતો  હશે ?
રોટીના કટકાની ખેરાત નો આ અહેસાસ આમ એને ખૂંચતો હોવો જોઈએ

ખુશ્બૂ  ફૂલેફૂલની  એ  બોટલમાં  ભરી  સ્વાર્થની  લાલચમાં  ગુલશન  લૂંટતો
બસ   આમ  ખુદની   જાતને   એ  છેતરી  કૂણાં  ફૂલો  ચૂંટતો  હોવો  જોઈએ

મુકુલ દવે 'ચાતક '

Post a comment

0 Comments