રોજ માણસ શોધવા સાલસ થઈને આ શહેરમાં જીવવું અઘરું છે ,મુકુલ દવે 'ચાતક'

રોજ  માણસ  શોધવા સાલસ  થઈને  આ  શહેરમાં  જીવવું  અઘરું  છે
ને  લંકામાંથી  રાવણ  લીધા  વગર ધખતાં  શહેરમાં હાંફવું અઘરું  છે

ખુદ પોતાથી અલગ થઇ આગમાં કુન્દન કે રાખ થવું પણ સહેલું  હશે
ક્યાંક  વરસાદે લગાવેલી આગમાં તો  દેહને કાયમ બાળવું અઘરું  છે

માન્યું  આખું  જગત  લે  વેચનું  મૂલ્યવાન બજાર  સિવાય  કંઈ  નથી
રોજ  ખુદની  લાગણી વેચ્યા  વગર ઘરમાં ય પાછા આવવું  અઘરું છે

આમ   ચાલ્યા   તો   કરે   છે  બસ  અકારણ  પ્રભુનો મર્મ પકડ્યો નહીં
સ્પર્શવા  તો  જાય  છે   નિરાકારને  શૂન્યમાં  ખુદને  ઢાળવું  અઘરું  છે

ને  સફરમાં  સાવ  સાથે  માર્ગના  માઈલ  સ્ટોનને  જો ગણ્યા હોય ત્યાં
મંઝિલે  'ચાતક'  પ્હોંચતા  પાછા  વળતાં  એકલાએ  ચાલવું અઘરું  છે

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments