28 February 2018

છે મજા ભૂલી જવામાં છલકતા જામમાં નિહાળું છું તડપાવો સાકી,

છે   મજા   ભૂલી  જવામાં,  છલકતા   જામમાં  નિહાળું છું  તડપાવો સાકી
આંખ  સુરા  પીતા  મીંચાય  કેફમાં  ત્યાં  યાદના દ્વાર તો ખખડાવો સાકી

હું   ઉપાડી   જામને   મોઢે   મુકું   ત્યાં  બસ  ગુનો  પીવાનો થાય છે સાકી
પ્રેમ   છે   દિલને   સુરાનો,   બુદ્ધિ   સાથે  વેર  છે, જામને  ઠુકરાવો  સાકી

કૈ  ખબર  ન્હોતી  સમય  આ  રંગ  પણ  દેખાડશે  તિખારાનો  ઓ  સાકી
ને   કહેવું   તો   છે   મારે   જામની   તો   મ્હેર  છે, પ્યાલી છલકાવો   સાકી

પ્રેમ   વશથી   ઊઠતા   તોફાનને   હું   વશમાં   જો   રાખુ  તો    કેવી  રીતે
આંખડીમાં ધબકતી હતી જિન્દગી જે આજે નથી મયથી  બહલાવો સાકી

ઘટઘટાવી   મુજને   પીવાદો   કરામતથી   મને   એને   પીધો   છે    સાકી
મયકદામાં  આમ  સુરાની  તમા  રહી  નહીં, અગનને  તો  ટકરાવો  સાકી

આભ   છલકે   ધરા   ઉપર  પ્યાસ  ગ્રહે   છે   નયનમાં   દીવાનગી   થઈને
ચાંદની   પલળી   નસેનસમાં   વહે   છે,  યાદ   પંપાળવા  ભીંજાવો   સાકી

મુકુલ દવે 'ચાતક'


24 February 2018

ટોળેવળે છે કૂવાના કાંઠે છતાં લોકો સતત તરસ્યાં બેશુમાર મળ્યા,મુકુલ દવે 'ચાતક'

ટોળેવળે  છે   કૂવાના  કાંઠે  છતાં   લોકો  સતત  તરસ્યાં  બેશુમાર   મળ્યા
મંદિર ને  મસ્જિદ, દેવળો કાયમ  તપાસ્યાં ત્યાં  પણ ખુદા નિરાધાર  મળ્યા
જ્યાં આખરે મૃગજળ ને જોઈને તરસ મારી વધી ગઈ,ઝાંઝવા ખુદ તરસ્યાં
હરપળ  સમંદર  ગટગટાવે   છે નદીઓને , કિન્તુ  પ્યાસા  લગાતાર  મળ્યા

મુકુલ દવે 'ચાતક'20 February 2018

તું આવ કે ના આવ મિલન ને વિરહનું તો નિવારણ નથી,મુકુલ દવે 'ચાતક'

તું  આવ  કે  ના  આવ મિલન ને  વિરહનું તો નિવારણ નથી
સૂકી   તમારી   આંખમાં  કોઈ   સવાલો  તો  અકારણ  નથી
ને ભીડ ભર્યા જગ મહીં દિલાસાનોય ખપ કોઈનો લાગે નહીં 
બસ દૂર  લગ  દેખાય  આંખોમાં  તરસની લાગણી રણ નથી

 મુકુલ દવે 'ચાતક'


18 February 2018

'આવજો' પણ ના કહ્યું ને સહેજમાં કયા રસ્તે ચાલી ગયા,મુકુલ દવે 'ચાતક'

'આવજો'  પણ  ના  કહ્યું   ને  સહેજમાં  કયા  રસ્તે  ચાલી  ગયા
લઈ  ગયા  સર્વસ્વ  છતાં  બે  હાથ  ખંખેરી   દઈ   ખાલી   ગયા
માત્ર  એક  ક્ષણમાં  નથી અસ્તિત્વ જેવું એનું જે કાંઈ દેખાય છે
બસ મને હવે ના પૂછ જીવનના બધા અરમાન પણ ખાલી ગયા

મુકુલ દવે 'ચાતક'

17 February 2018

સાથે ન ચાલો પડછાયા નો ધબકાર તો આપો

સાથે   ન   ચાલો   પડછાયા  નો   ધબકાર  તો   આપો
કોઈ હાથ નહીં ને સાથ નહીં પણ અણસાર  તો આપો
છે    પ્રેમમાં    તો    રંજ    ને    ખુશી,   ને  બેખુદી પણ
બસ  કોઈ  દિલની   ભાષાનો   પરવદિગાર  તો  આપો

મુકુલ દવે 'ચાતક'

15 February 2018

ઓહ  સાકી  સુરાના તોફાનમાં સાહિલ નથી હોતા
ઉઠ્યા નહીં હાથ દુઆમાં ખુદા શામિલ નથી હોતા
ને  સુરાહીના  સ્પર્શે ઘાવ તો  આસાન તો થઈ ગ્યાં
કેફની ખુમારીમાં એના ઘાવ તો કાતિલ નથી હોતા

મુકુલ દવે 'ચાતક'

11 February 2018

ઘરમાં છું તોય ભટકેલ હું છળ થઈ હજી જીવું છું

ઘરમાં છું તોય ભટકેલ હું છળ  થઈ  હજી જીવું  છું
સહવાસની  એ  તરસતી  પળ થઈ  હજી જીવું  છું
તું જે રસ્તે ગઈ તે રસ્તેથી પાછી  હજી નથી આવી
ગેબી રસ્તે નીકળ્યાં તા અટકળ થઈ હજી જીવું છું

મુકુલ દવે 'ચાતક'

7 February 2018

ઘટના ભરી એ ખુશ્બૂ મુજ હાથ પણ ઝાલી ગઈ 'મુકુલ દવે 'ચાતક'

ઘટના   ભરી  એ ખુશ્બૂ મુજ હાથ પણ ઝાલી  ગઈ
મૌનની દુર્ઘટનાં થી એ મુલાકાત  પણ  ખાલી  ગઈ
સ્વપનો ક્યાં  છે આંખમાં જે પણ ઠરી ગયાં પ્રભાતે
જે  જાગતી આંખે સપનાં જોવાની ટેવ  ચાલી  ગઈ

મુકુલ દવે 'ચાતક'

3 February 2018

કોઈ કિતાબની જેમ એ ઊઘડી  શક્યો નહીં
ઈશ્વરના  શિલાલેખ એ  ઉકલી  શક્યો નહીં

દીવામાં   ખૂટતાં   તેલ  ફાનસને  લઈ   રસ્તે
એ  શોધવા ઝાંખી વાટે રખડી  શક્યો નહીં

જેને  પર્થનામાં  યાદ  કરું  મૌનમાં ઢળી જઈ
ખુદા ફળી જાય શૂન્યમાં ભટકી  શક્યો નહીં                                     

પથ્થરમાંથી    ઈશ્વર   ઘડી   બેચાર   કાઢ્યાં
શ્રદ્ધા ચડી શૂળીએ ખુદા છટકી શક્યો નહીં

ને   કેટલાં    રૂપ   બદલ્યાં   સત્યને  પામવાં
હર  ચાલ  દર્પણમાં  માથું પટકી શક્યો નહીં 

મુકુલ દવે 'ચાતક'