કોઈ કિતાબની જેમ એ ઊઘડી  શક્યો નહીં
ઈશ્વરના  શિલાલેખ એ  ઉકલી  શક્યો નહીં

દીવામાં   ખૂટતાં   તેલ  ફાનસને  લઈ   રસ્તે
એ  શોધવા ઝાંખી વાટે રખડી  શક્યો નહીં

જેને  પર્થનામાં  યાદ  કરું  મૌનમાં ઢળી જઈ
ખુદા ફળી જાય શૂન્યમાં ભટકી  શક્યો નહીં                                     

પથ્થરમાંથી    ઈશ્વર   ઘડી   બેચાર   કાઢ્યાં
શ્રદ્ધા ચડી શૂળીએ ખુદા છટકી શક્યો નહીં

ને   કેટલાં    રૂપ   બદલ્યાં   સત્યને  પામવાં
હર  ચાલ  દર્પણમાં  માથું પટકી શક્યો નહીં

મુકુલ દવે 'ચાતક'Post a comment

0 Comments