28 March 2018

આવે તો સારું ના આવે તો પોતે પાછા આમ ન આવે ,મુકુલ દવે 'ચાતક'

આવે  તો  સારું  ના  આવે  તો  પોતે  પાછા  આમ  ન  આવે
સિઝદો   કરું  દ્વારે   પ્રતીક્ષાને  બહાને  એ   કામ   ન   આવે

જે   પણ   થવાનું   થૈ   ગયું   તું   કેમ   ગુમસુમ  થઇ  ગઈ  છે
તારા   ગયાને   આજ   સુધી  કોઈ  પણ  પયગામ   ન   આવે

છે    હાથનો    સ્પર્શ    હજી   અકબંધ   મારા   હાથમાં    જો
આ છે અઝબ અવગણના તારા હોઠપર મારું  નામ  ન આવે

સંજોગને  અપનાવ  તો  ગયો   હું  આથી   શું  હોય  વધું  કહે
દુદર્શા  નિહાળી  મારી  છતાં  ખુદાનો  એ  અંજામ   ન  આવે

તું    પણ   સમયનો   મર્મ   સમજીને   સમયનો    ભેદ    કહેજે
શ્રદ્ધા    ભલે    હોય   ઈશ્વર   ઉપર   છતાં    મુકામ  ન   આવે

મુકુલ દવે 'ચાતક'
23 March 2018

બસ આજ થોડું થોડુંય વરસો તોય સારું ,મુકુલ દવે ' ચાતક'

બસ આજ થોડું થોડુંય વરસો તોય સારું
બસ આમ છાંટે છાંટે ભીજવો તોય સારું

આ  ભીડમાં  આપો  જવાબ મારો  પછી
પહેલાં સવાલ  મારોય સમજો તોય  સારું

બેફામ    હસ   તું    લોક   ટોળે  તો  વળે
ભીતરના ખાલીપાને ઓળખો તોય સારું

શોધો દુનિયામાં 'હું ' ક્યાં નથી મળવાનો
શ્વાસના   ધબકારે   ધબકો    તોય   સારું

સંતાકૂકડીમાં  કોઈ  કયાં  પકડાતું   નથી
સંબંધના   ભેદ   કૈંક  ઉકલો   તોય  સારું

મુકુલ દવે ' ચાતક'

18 March 2018

સંબંધ છે તો છે લેખાને જોખવાથી શું ફાયદો ?,મુકુલ 'ચાતક'

સંબંધ   છે   તો   છે  લેખાને     જોખવાથી    શું    ફાયદો ?
ખરી    લાગણીને    ત્રાજવે    મૂકી   તોલવાથી શું  ફાયદો ?

ને  આંખની  લીપી  છે  તારી કાફી  કહેવા સામે  સમજવા
કૈં    શબ્દોને     હોઠ    પર    શણગારવાથી    શું   ફાયદો ?

શિવનીય  માફક  ઝેર અટક્યું  છે  ગળે તો અટક્યું  એમાં
તારે   વળી   ડમ ડમ   ડમરુને   વગાડવાથી   શું   ફાયદો ?

કાયમ   મદારી   જો  નાગ   પકડીને   શહેરમાં  લાવે અને
બિનને   વગાડે   તો   તારે   એમાં   ડોલવાથી  શું  ફાયદો ?

સુખ દુઃખ ને જીવનના જખ્મોનાં ઝેર પીવાય એ  જિન્દગી
ને    ફૂંક    મારીને    જખ્મોને    કોતરવાથી    શું    ફાયદો ?

મુકુલ 'ચાતક'

16 March 2018

આમતો દીવાસળી વિના સતત ઘર સળગતા હોય છે ,મુકુલ દવે 'ચાતક'

આમતો દીવાસળી વિના સતત ઘર સળગતા  હોય છે
લોક  હવા વિનાય  જઠરાગ્નિને થાળી જીવતા  હોય છે
ઈશ્વર તત્પર  છે  પ્રગટવા  પથ્થરમાંથી તમાશો જોવા
જીવતરના વાંકથી લોક લાશ થઈને રઝળતા  હોય છે

મુકુલ દવે 'ચાતક'

14 March 2018

મન જ્યાં પણ ખોલ્યું ત્યાં હોઠ કેવી રીતથી બંધ રાખી શકું ,મુકુલ દવે 'ચાતક'

મન  જ્યાં પણ  ખોલ્યું  ત્યાં હોઠ કેવી રીતથી બંધ  રાખી શકું
પ્રેમ જો હોય આંધળો  તો આંખ કેવી રીતથી અંધ રાખી શકું
અભરખાં ને તૃષ્ણામાં ભેદ પામી શક્યો અંધકાર અજ્વાસનો
લાગણીના  સંદર્ભના  પરપોટા  કેવી  રીતથી સંગ   રાખી શકું

મુકુલ દવે 'ચાતક'


9 March 2018

જિંદગીંના અર્થની આ પ્યાસ, કોણ ખેંચી જશે કઈ દશા તરફ,મુકુલ 'ચાતક'

જિંદગીંના  અર્થની આ  પ્યાસ,  કોણ ખેંચી જશે કઈ દશા તરફ
ખુદની  જાતને  અલગ  કરીને   ગયો  ટોળે  વળેલી  સભા  તરફ
હાથમાં ને હાથમાં રહયો સવાલ,મળતો નથી કોઈ પણ જવાબ
દોષ  તારો  પણ  નથી મિત્ર, ઝાંઝવા પીવા ગયો તો  તૃષા તરફ

મુકુલ 'ચાતક'
7 March 2018

તુજ આંખોમાં રહું છું ને વહુ અશ્રુમાં ,શું કહું આને ,મુકુલ દવે 'ચાતક'

તુજ આંખોમાં રહું છું  ને વહુ અશ્રુમાં , શું  કહું  આને
મુજ ને રંજ  યાદ આવે  હું રડું  પણ હું  શું  કહું  આને
ને ખુદા ખાતર તમે આ ભેદ કોઈને પણ કહેતા નહીં
બંધ  હોઠોમાં  કૈં  ગુફ્તગૂમાં  રહું  અંતે  શું કહું આને

મુકુલ દવે 'ચાતક'

6 March 2018

રામની હથેળીના સ્પર્શથી અહલ્યાના પથ્થર સુધી જા, મુકુલ દવે 'ચાતક '

રામની  હથેળીના  સ્પર્શથી  અહલ્યાના પથ્થર  સુધી  જા
પથ્થરની કણ કણ વસતી  શ્રદ્ધામાં  તું એ ઈશ્વર  સુધી જા

જ્યાં  એક  માણસ  ઝાંઝવાને  પ્યાસ  રૂપે   તરસ્યો  હોય
મૃગજળના  ધખતાં રણને છોડીને તું પણ સાગર  સુધી જા

તારા  વિસ્તરતા  સાત  પગલાંમાંય  ઘર  અકબંધ  છે  હજુ
ઋણાનુંબંધ  સાંકળના  સંદર્ભે  જન્મના  જીવતર સુધી  જા

સાગર    સમેટીશું    કહેતા   જે    હતા   એ   લોક   અમને
અટકી સ્મશાને  પ્હોંચ્યા , છળની  સભર  ભંવર  સુધી  જા

મુઠ્ઠીને  બંધ  રાખી  જીવન  મેં રાતદિન મિથ્યા જીવ્યા કર્યું
રહસ્યો   સમયના   બંધ   મુઠ્ઠીમાં   લઈ   સિકંદર સુધી  જા

મુકુલ દવે 'ચાતક '