25 April 2018

શ્વાસ ને ઉચ્છવાસ વચ્ચે દટાયો છું ,બચાવી દે ,મુકુલ દવે 'ચાતક'

શ્વાસ  ને  ઉચ્છવાસ  વચ્ચે  દટાયો  છું , બચાવી  દે
શ્વાસની  છાની  રમત વચ્ચે  જકડાયો  છું હરાવી દે
શ્વાસના ઊછીના ધબકાર ઉપર કોની ઈબાદત થઇ
અસ્ત કે ઉદય કસબામાં નયનોના પરદા હટાવી દે
મુકુલ દવે 'ચાતક'

23 April 2018

ભરચક શહેરની વચ્ચે ઘરમાં અમે સૂમસામ જ્વ્યા ,મુકુલ દવે 'ચાતક'

ભરચક  શહેરની વચ્ચે ઘરમાં અમે  સૂમસામ  જ્વ્યા
દીવાલ  પરની  તારી તસ્વીર સાચવી  બેફામ જ્વ્યા
પડછાયા  ઘરમાં  પાંગરી  પૂછે   છે  તારું  આવવાનું
કોઈ હવે પયગામ આવે નહીં ,દુવા માં નાકામ જ્વ્યા         
મુકુલ દવે 'ચાતક'

ચાંદનું ઘનઘોર નભની વાદળીમાંથી નિકળવું ,મુકુલ દવે 'ચાતક'

ચાંદનું  ઘનઘોર  નભની  વાદળીમાંથી  નિકળવું
આજ  ક્ષણે   રેશમી  તારી  આ  ઝૂલ્ફોનું  વિખરવું
આમ  રોમાંચીત  વિહવળ પળ થઈ નભ સ્પર્શથી
કાળી રાત્રે તેલ દિવે ખૂટતાં આપણું બસ વિસર્જવું
મુકુલ દવે 'ચાતક'

11 April 2018

એટલા પણ ના નજીક આવો કે કારણનો ભય લાગે ,મુકુલ દવે 'ચાતક'

એટલા પણ  ના નજીક આવો  કે કારણનો  ભય  લાગે
એટલા  ના  દૂર  ના  જાવો  રાજકારણનો   ભય  લાગે

દોસ્તો    મળ્યાં   ઘણા    કૈ    લાગણીઓ    ભીંજાઈતી
જ્યાં વહ્યાં અળગા થઇ આંસુ એ તારણનો  ભય  લાગે

મળ્યા  ચ્હેરા  મ્હોરાના  રાહ  ઉપર  ચાલ્યા  પણ  ખરા
મળ્યા ઓઝલ જે દર્પણો એના આવરણનો  ભય લાગે

જિંદગીની   આ  તરસ  મૃત્યુ  સુધીની  કેવળ   હોય  છે
એક    ટીપું   તૃપ્તિનું   જળ  મળે   રણનો   ભય  લાગે

શ્વાસના  હોવાપણાંના   ઉઝરડા  આ   પોલાણમાં  પડે
ઊતરું  ઊંડે  શૂન્યતાનો  બસ  અકારણનો  ભય  લાગે

મુકુલ દવે 'ચાતક'


3 April 2018

બંધ દરવાજા ને દરારની દરબદર વચ્ચે શું હતું ?,મુકુલ દવે 'ચાતક'

બંધ  દરવાજા  ને  દરારની દરબદર  વચ્ચે  શું  હતું ?
અંધ અભિનય ને નયનના એ ખંજર વચ્ચે  શું  હતું ?
એ  મળે  ને  કોકટેઇલ   જેમ  એનો વ્યવહાર  હોય
આ બધામાં  મુજ પ્રણયની એ અસર વચ્ચે શું  હતું ?

મુકુલ દવે 'ચાતક'કિસ્સો એની હથેલીની જ રેખા ચોરવાનો છે ,મુકુલ દવે 'ચાતક'

કિસ્સો એની હથેળીની જ  રેખા ચોરવાનો  છે
ને  કપાળે  મારા  નામે  ચાંલ્લાને  કરવાનો  છે
ઈશ્વરે  અગ્નિની  સાક્ષીએ  હસ્તાક્ષર  કર્યા  છે
સાત પગલાંને નવા આકાશ માં પોંખવાનો છે

મુકુલ દવે 'ચાતક'

2 April 2018

મારા વિચારોમાં દટાયો ખુદ હું જ છું ,મુકુલ દવે 'ચાતક '

મારા   વિચારોમાં   દટાયો  ખુદ  હું   જ  છું
મારા  અસ્તિત્વમાં  ઘૂંટાયો  ખુદ  હું  જ  છું
મારા   બધા   ચ્હેરા   પરાયા   નથી    છતાં
ભીંતપરની તસ્વીરમાં ભુલાયો ખુદ હું જ છું

મુકુલ  દવે 'ચાતક '