લાગણી તું ખુલ્લું હૃદય મૂકીને વરસ ,મુકુલ દવે 'ચાતક'


લાગણી   તું    ખુલ્લું    હૃદય   મૂકીને   વરસ
આંખમાં  બેઉ  કાંઠે  જોવાની મને  છે તરસ

કૈંક  હારીને  જીત્યાં  છે  બસ  નિરંતર બાજી
એટલે   આવે  તું  મારી  સામે  વરસોવરસ

બંધ  છું  માચીસમાં  હું  તેજ  સળીઓ જેવો
ને સતત છલકાય છે ભીના હૃદયનો કળશ

પાંખનો  ફફડાટ  છે   ને  ખુલ્લું  આકાશ  છે
ઊડવાની  છે  મઝા ક્યાં,બસ સજાવ્યું કફ્સ

આમ  મનના  બારણે   ખખડાટને  સાંભળી
બારણાંની  સાંકળ  ખોલું,  કેટલું  છે  તમસ
મુકુલ દવે 'ચાતક'
Top Moderate Shoes Wallets Handbags Sunglasses

Post a comment

0 Comments