27 September 2018

પથ્થર હોવાની આ તો બસ ખુમારી છે દુનિયામાં,મુકુલ દવે 'ચાતક'

પથ્થર  હોવાની  આ  તો  બસ  ખુમારી છે  દુનિયામાં
આમ  માનવ પથ્થરને પણ ચાહે તો ખુદા  બનાવી  દે
ને સમયનો દસ્તૂર પણ આજ છે માનવ જીવનમાં પણ
આજ પથ્થર માનવીને પુષ્પોમાં ઢાંકી ખુદા બનાવી દે

મુકુલ દવે 'ચાતક'

17 September 2018

રમતું તારું નામ જે શેરીમાં એ પણ હું નામ છોડી જાઉં છું, મુકુલ દવે 'ચાતક'

રમતું તારું નામ જે શેરીમાં એ પણ હું નામ  છોડી  જાઉં  છું
જે  હતું  સગપણ  ભરેલું  ગામ  એ  પણ ગામ છોડી જાઉં છું
કૈંક   યુગોની   પ્રતીક્ષામાં  રસ્તો  તેં   ગામનો  છોડ્યા  પછી
તું ને હું છળમાં હતાં તેથી તારે રસ્તે પયગામ છો ડી જાઉં છું

મુકુલ દવે 'ચાતક'