કંટકની સાથે ગુલાબ સમી યાદમાં કોઈ ઘૂંટાઈ ગયું ,મુકુલ દવે 'ચાતક'


કંટકની  સાથે  ગુલાબ  સમી  યાદમાં કોઈ  ઘૂંટાઈ ગયું
રાતરાણીની    સમી    યાદોમાં    કોઈ   લલચાઈ   ગયું

કોઈ  ને  છેતરવાની  આવી  રમત  રણની   હોય  નહીં
મૃગજળને  ખુદ  તરસમાં  આમ  જળતો  પીવાઈ  ગયું

તું  કહે  છે  તું  ભૂલી  જા, પણ  આ  ક્ષણે   હું  કેમ  ભૂલું
જે  ખૂશ્બુ  તુજમાં  હતી  એ  મુજમાં  કોઈ  ફેલાઈ ગયું

હું અહોનિશ શોધી રહ્યો છું  શું ખૂટે છે મારામાં સતત
રુહ  હતો  મુજ  પ્રીતનો  કોઈ  મઝારમાં  દફનાઈ ગયું

વેદનાને   માન   આપી   નામ   તારું   સ્મરણ   કરું  હું
સમજુ ના સમજુ એ પહેલા કોણ મારા ઘા રૂઝાઈ ગયું

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments