શ્વાસ ઉચ્છશ્વાસ વચ્ચે તરસવા જીવન વણાયું છે ,મુકુલ દવે 'ચાતક'


શ્વાસ   ઉચ્છશ્વાસ   વચ્ચે   તરસવા   જીવન    વણાયું   છે
ટોળે  વળેલા  લોક ને  પણ  શ્વાસનું  એ  ગૂઢ  શિખાયું  છે

પગમાં   લૈ   કાંટા   ફકીરીના   રાહ  ઉપર  ચાલતા  જોઈ
જે   રસ્તે   ફેંક્યા   તમે   પથ્થરા   એનું  તો ઘર બનાયું છે

ફૂલો સાથે કાંટાઓ ધરી એમને હથિયારનો કર્યો ઉપયોગ
આજ   કાંટામાંથી  ફૂલો  વીણી  એજ  ફૂલોથી  પૂજાયું   છે

ખાતરી જળની કરવા પથ્થરા તળાવમાં ફેંકતા ભારે  થઇ
ખબોચિયાંના   ડરથી   દરિયામાં   માછલાને   તરાયું   છે

ઈશ્વરની     મૂર્તિ,    પૂજા,    પાથ    મંદિરે     અમે    જોયા
પણ  જગતના   ટાંકણે   ઈશ્વરને   ભીતર ખુદ મળાયું   છે

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments