લાગણીની ફૂંક મારે વાંસના પોલાણમાં તો સૂર નિકળે,મુકુલ દવે 'ચાતક'


લાગણીની   ફૂંક   મારે   વાંસના   પોલાણમાં  તો   સૂર   નિકળે
પનઘટે   રાધાની   ગાગરમાં   હેતની   તૃષ્ણાના   પૂર    નિકળે
શ્રદ્ધાનો  પકડ્યો   છે   હાથ  મીરાંએ,  શ્યામભીની   રાધિકા   છે
સાદછે મીરાંનો,વિરહ રાધાનો,બન્નેની આંખમાં ભિન્ન નૂર નિકળે
મુકુલ દવે 'ચાતક'
(નૂર ::ઈશ્વરનું એક નામ)

Post a comment

0 Comments