આ સમયના ભ્રમમાંથી ખુદને પણ જગાડી જોઈ લે,મુકુલ દવે 'ચાતક'

આ   સમયના  ભ્રમમાંથી   ખુદને  પણ  જગાડી  જોઈ  લે
આમ   ભીતરનાય   બીજા   માનવીને   હટાવી   જોઈ  લે

એ  શક્ય  છે  સાચના એ  કિલ્લાને તોડવા તત્પર તું હોય
એ  પ્હેલાં  પિંજરમાંથી  મોહનું   પારેવું  ઉડાડી  જોઈ   લે

ખુબ  અઘરું  છે  અહીં  માણસ થઈને પણ રહેવાનું  મિત્રો
બસ તું અંદરનાંય માણસને ન્હોર તત્પર ભરાવી જોઈ લે

સાવ  ડગમગતા  શ્વાસોનોય  ટેકો  ઉછીનો  લેવા જાય તું
તો  ક્ષણોને  પાર  કરવા  તું  સિક્કાઓને  ઉછાળી જોઈ લે

ડૂસકાંઓ તું ભરે તો પણ કમી નથી આંસુઓની અંત સુધી
તું  સમયની  ધૂપ  ખંખેરી  દરેક  પળને  રમાડી  જોઈ  લે

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments