મેં જયારે રાત પડછાયાની સાથે એકલાએ ગાળી છે,મુકુલ દવે 'ચાતક'


મેં   જયારે  રાત   પડછાયાની   સાથે   એકલાએ  ગાળી  છે
ત્યારે  ખભા ઉપર ચઢી અંદરના વેતાળે વાર્તા સંભળાવી છે

હું અંદરથી તૂટ્યો જેવો ત્યાંજ શ્વાસની વ્યાપકતા નિહાળી છે
એક  સાલી  શ્વાસની  આ  સાંકડી  જૂની  ગલી  નખરાળી  છે

લપસ્યો  પગ આમ તારી યાદની  શેરીમાં જઈને બસ આજે
શું  સત્ય  કરતાં  હવે  તારી  કલ્પના  જાણે  વધુ  રૂપાળી  છે

પૂછ   જઈને   અંધને   દીવાનગીમાં  કેવી  તબાહી   ગ્રહે  છે
પ્રેમ   ને   ઈશ્વરના  ઝઘડામાં   ભવોની   દીવેટો   બાળી  છે

જોયું   ગોઠી   ગઈ   છે   દીવાનગી  દોસ્ત  મને  એવી  રીતે
ભેટમાં   તેં   મોકલેલી   સળગતી   આ   વેદના  સુંવાળી  છે

ઘર સુધી જો હું પહોંચી પણ શકું એવા એંધાણ દેખાતા નથી
આમ  જાતે ખુદ  ચણેલી  ભીંતની  તો  આ  ધરી કાંટાળી  છે

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments