ડૂબી જો માણસમાં પછી ખારા દરિયામાં ચાલ તું, મુકુલ દવે 'ચાતક'


ડૂબી  જો  માણસમાં  પછી  ખારા દરિયામાં  ચાલ તું
જ્યાં આંખમાં પાણી ખૂટે, ખુદના તળિયામાં ચાલ તું

ઊંડે  સન્નાટો  તુજમાં  છે,  ઢાંક   પિછોડા  રહેવા  દે
ભીતરની  તોડી  ચીસને  ખુદ  ઓલિયામાં  ચાલ તું

ડાહ્યાપણા નો  ભાર જો  ખુદ  ઊંચકી  ના  શકે  તો
ઝરમર  શ્યામભીનો  થઈને શામળિયામાં  ચાલ  તું

જિંદગીનો  પ્રવાસ  બસ  તારી  રીતથી તો  ના થયો
મૂલ્ય  તરસનું   ના  રહ્યું ,  બસ પાળિયામાં ચાલ  તું

સામે ઝરૂખે  દીવા  બળે  છે  એ  બહાર  તો  આવશે
અકબંધ  છે  શ્રદ્ધા  જ  બસ તારા ફળિયામાં ચાલ  તું

મુકુલ દવે 'ચાતક'
100 Hot market

Post a comment

0 Comments