સાવ ઘરડા વૃક્ષ પર ઉગેલી કૂંપળની હું સકળ રોકી દઉં ,મુકુલ દવે 'ચાતક'સાવ  ઘરડા  વૃક્ષ  પર  ઉગેલી કૂંપળની  હું સકળ રોકી દઉં
તારું  અસ્તિત્વ  કેટલું  હું  વરસતા  વાદળનું જળ રોકી દઉં

ભીડભર્યા    આ    શહેરથી    દૂર    ગામે   જઇ  રહ્યો   છું  હું
હાથથી   ખાધેલ  માના   રોટલાની   આજ  પળ  રોકી  દઉં

બેઉના    સંબંધ    એવી    રીતથી    ખીલ્યા    વસંતમાં   કે
લાગણીના સંદર્ભમાં ખોલ્યા સતત પડ એનું તળ રોકી દઉં

તારા  ચહેરા  ઉપર  ડહાપણની  સમજણો   ઓગળી  જેવી
હોઠ   પર   આવેલ   હાસ્યની  લકીરોનું  સબળ   રોકી  દઉં

તું  અલગ મારાથી  થઇ  બીજું  તો બસ  તું  શું  કરી શકે જો
તું  ગંગાજળ  પીવડાવે  ને  હું  મોમાં  સાવ  જળ  રોકી  દઉં

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments