જળ વગર ખાબોચિયામાં પણ અંજળ જેવું હોવું જોઈએ મુકુલ દવે 'ચાતક ',


જળ વગર ખાબોચિયામાં પણ અંજળ જેવું હોવું જોઈએ
એટલે  તો  સાવ  કાદવમાં  કમળ  જેવું   હોવું    જોઈએ

કેમ  આ  મારા  કદમ  આગળ  હવે  વધતાં  નથી  મિત્ર
ચોક્કસ  ત્યાં   હૃદયના  દ્વારે  અકળ  જેવું  હોવું   જોઈએ

આ   સૂરજને    ધૂંધળો   ડમરીઓ   કેવી  રીતે  કરી  શકે
આંખમાં તો બસ કેવળ ધૂળના વમળ જેવું  હોવું  જોઈએ

નીકળે    છે   આંસુઓ   બસ   કોઈવાર   કાળાશ    તોડી
તું   કહે  છે   આંખમાં  ફક્ત   કાજળ  જેવું  હોવું   જોઈએ

આંખમાં  દેખાય  નહીં  એવા  ઝાંઝવા પણ હોય છે મિત્ર
આખું  જીવન  શોધ  તું  તોયે મૃગજળ જેવું હોવું  જોઈએ

મુકુલ દવે 'ચાતક '

Post a comment

0 Comments