આમતો ભીના અશ્રુ તોયે દઝાડે છે મિતવાં,મુકુલ દવે 'ચાતક'


આમતો  ભીના  અશ્રુ  તોયે  દઝાડે છે  મિતવાં
લાગણીમાં ભીનાશ છે પાછા સંતાડે છે મિતવાં

રમતિયાળ  છે   લાગણી  દીવાનગીમાં  દોસ્ત
જોને  લહેરાવી  ઝૂલ્ફો  ઝૂલે ઝૂલાવે છે મિતવાં

ઝંખના  જીવલેણ  છે  આજ  જાણ્યા  પછી પણ
વાર્તાની   જેમ  રસ્તો   એ   બતાડે  છે  મિતવાં

ચાલ   ચાલી   છે   શ્વાસમાં  ભરી   છે   ત્યારથી
પ્રેમમાં  તરસાવી  રમત  એ  રમાડે  છે મિતવાં

મૌન પાછળ લાગણી ઢાંકી શક્યા નહીં એ આજે
બસ  ટકોરા  દેતાં  કમાડ  એ  ઉઘાડે  છે મિતવાં

ના   કદી  વાંચી   શક્યા  આંખની  તારી   લિપિ
આંખમાં  ખોયું   જગત   એ   જગાડે  છે મિતવાં
મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments