જાતને સાબિત કરવા મથું ત્યાં સવાલાત હોય છે,

જાતને સાબિત કરવા મથું ત્યાં સવાલાત હોય  છે
હાથ  મારો  બસ  તું  ઝાલે  ત્યાં કબૂલાત હોય  છે

મેં  કશું  માંગ્યું  નથી  પણ  આજ  હું માંગુ છું ત્યાં
દુનિયાને   જોઈ   લાગે   કેવી  વસુલાત  હોય   છે

બસ   મુદ્દાતો  બેજ  હોય  છે  જિઁદગીની  વાતમાં
અન્ધકારનો  અર્થ  જીવનની  શરૂઆત  હોય  છે

પથ્થરમાં   તું   કોતરાયો   ઓળખાણ   છુપાવવા
હું  તને  મારામાંજ  શોધું, ત્યાં  તું સાક્ષાત હોય છે

પાછલાં  જન્મે  તું  ચાતક  તરસ્યો  હોવો  જોઈએ
આ  જન્મમાં  એ  તરસનો તેથી વલોપાત હોય છે

મુકુલ દવે 'ચાતક'


Post a comment

0 Comments