21 June 2019

રૂપિયો ઉછાળ્યો જુગારની જેમ શું વીત્યું પૂછો નહીં ,મુકુલ દવે 'ચાતક'

રૂપિયો   ઉછાળ્યો   જુગારની   જેમ  શું   વીત્યું  પૂછો  નહીં
શકુનિના  ફેંકેલા  પાસામાં  કૃષ્ણને   શું   સૂજ્યું  પૂછો  નહીં

આમ  મેં  જળ  હાથમાં  લઇને  વચન  તો  આપવાનું  કહ્યું
એને મહાભારતની કથાના મર્મમાં એવું શું ડંખ્યું પૂછો નહીં

હ્ર્દય  કેરી  તૃષ્ણામાં  વાંસળી  ફૂંકે  કૃષ્ણ,  છે  બ્રહ્માંડ રાધા
કૃષ્ણની  મુરલીના  સૂરોએ  ગહનમાં  શું  ઘુંટયું  પૂછો  નહીં

બંધ મુઠી ક્યાં  લગી રાખી શકું,  લ્યો  બહાર અંગૂઠો રાખ્યો
ગુરૂ દક્ષિણામાં એકલવ્યની યાતનામાં શું  છ્ળ્યું પૂછો નહીં

હદ  કરી  દિવાનગીમાં  પ્રેમ  કાજે   ભાર  પથ્થરનો   કર્યો
દમકતાં આરસ અંદર મુમતાઝને જાણે શું નડ્યું પૂછો નહીં

મુકુલ દવે 'ચાતક'

13 June 2019

તેં કશું માંગ્યું નથી હું શબ્દનો શણગાર માંગું પ્રિય ,મુકુલ દવે 'ચાતક'

તેં  કશું  માંગ્યું  નથી હું  શબ્દનો શણગાર માંગું પ્રિય
હું  હતો  લાચાર આજે તારી પાસે ઉદ્દગાર માંગું પ્રિય
કૈક  વર્ષો  બાદ  ભીતરના  અરીસે  તારો ચ્હેરો જોયો
આજ બસ એ બિંબ પાસે શ્વાસનો ધબકાર માંગું પ્રિય
મુકુલ દવે 'ચાતક'

9 June 2019

આ અજાણી આંખમાં સ્વપ્ના,તું બતલાવ ના ! ,મુકુલ દવે 'ચાતક '

આ  અજાણી  આંખમાં  સ્વપ્ના,  તું  બતલાવ  ના !
ને   છલોછલ  જામની  આંખોમાં  નશો   લાવ  ના !

તું    આવે    તો   હરતું    ફરતું   ઉપવન   હોય  છે
હું   લઈ   આવ્યો   છું   ફૂલદાની,  તું   કરમાવ  ના !

તુંજ     આંખોમાં   દોષ   કોઈ   કાઢતું   પણ   નથી
ડૂબ્યો    છું    આંખોના    દરિયામાં,  તું  ડૂબાવ ના !

બસ ક્યાં લગ ટકશે આ મદહોશ જવાનીની મસ્તી
ખાલી   તકાજો   છે   જવાનીનો,  તું  ભટકાવ   ના !

તેં    અંતરની    વાત   કહેવા   દ્વાર   ખોલ્યા   નહીં
દ્વાર   ભીડી   બેઠા   અમે,  તું   દ્વાર   ખખડાવ   ના !

મુકુલ દવે 'ચાતક '
10 Top cell Phones adstatushttp://www.gujaratibookshelf.com/MUKUL-DAVE/CHATAK-SKY?sort=p.price&order=ASC

4 June 2019

પ્રીત લઇ બસ અમે વરસ્યાં.મુકુલ દવે 'ચાતક '

પ્રીત  લઇ  બસ અમે વરસ્યાં
આપણી ' હા' 'ના 'માં તરસ્યાં
હાથ આપ્યો ગણી અંધ જેવો
લઈ  સંજીવની તમે છલક્યાં
મુકુલ દવે 'ચાતક '

શુકુનથી એને હાથ ફેલાયા ઝંખનાની નિરાકારી થઈ ગઈ,મુકુલ દવે 'ચાતક'

શુકુનથી  એને  હાથ  ફેલાયા   ઝંખનાની   નિરાકારી   થઈ  ગઈ
બસ   કબૂલી   એને   દુઆ   મારી   ખરેખર   કિરતારી  થઈ ગઈ

એને    અદાથી    હોંઠ    મારા    ખુબ    નજાકતથી    ચૂમ્યાં    ને
રહ્યું     હોંઠે    નામ    ખુદાનું    ને    પરવરદિગારી    થઈ    ગઈ

એ    મહોબ્બ્તની    તરસને    આજ    એવી    સિફતથી   સ્પર્શ્યા
કોઈ  ગુનો  પણ  થયો  નહીં  ને  સજદામાં  અલગારી  થઈ  ગઈ

એને    ઇબાદતથી    મારા    રૂહને   ગળે   ખુશાલીથી   લગાવ્યો
મુજ નસીબે ના મળી મઝાર ને બસ જન્નતની ઈકતારી થઈ ગઈ

બસ   ખંખેરી   નાંખ   આવરણો   બધા   આ    સ્પર્શનો   છે   જાદુ
ભેટી  ફકીરને  આખરે  આ  તો   ખુદાઈની   બલિહારી   થઈ  ગઈ
મુકુલ દવે 'ચાતક'