પ્રેમ તું પ્રગટાવ ને અમે તો થઈ જાશું ફના,મુકુલ દવે 'ચાતક'

પ્રેમ  તું  પ્રગટાવ  ને  અમે  તો  થઈ જાશું ફના
આમ તણખાંઓ કરી તું ક્યાં થઈ જાય લાપતાં

જે  શરારત  તું  કરે  એમાં  કરામત  છે  અલગ
જો  હટી  જાયે  ઘૂંઘટ  કેવી છે નજાકતની દશા

કંટકોની   પણ   ઈબાદતમાં  ગુલાબો   ખીલ્યાં
ગાલનાં  ખંજન  મહીં  છે  ઈશ્વરની  કેવી  અદા

એક   દરિયો   ઘૂઘવે  છે  આજ  તારી  આંખમાં
પ્રણય  પંખીના  શહાદતમાં ડૂબવાની  છે મજા

કેમ   છું  કેવો  છું  હવે  કોઈ  મને  'ના'  પૂછશો
કૈ  અહમ  બાળીને  પણ  હું  પ્રેમમાં રહયો સદા

મુકુલ દવે 'ચાતક'
>


Post a comment

0 Comments