હસ્તરેખાનું હથેળીમાંય મોટું વન મળે,મુકુલ દવે 'ચાતક '


હસ્તરેખાનું     હથેળીમાંય     મોટું     વન     મળે
જ્યોતિષને   રખડવા   ઘનઘોર  એ   સ્થળ   મળે

માંગુ  ભવ  હું  એક  ને  સાત  ભવોનું  શું  શું  મળે
આ હથેળીમાં પાછું કંકુ,ચોખા ,ને બસ શ્રીફળ મળે

મોકલ્યો   તો  એક  કાગળ  મેંજ  તારા  નામ  પર
એજ  ભાગ્ય  લેખ  થઈ સાચા અર્થમાં કાગળ મળે

એમને   છોડી   જ્યારથી   આંગળી   ને    ત્યારથી
બસ  બધા   મેળા  મહીં  ખોવાવું  ને  શામળ  મળે

હાથ   લંબાવું   તૂટી   જાય   ભ્રમણાઓ   ને   પછી
ઊંચકું   બસ   હું   પડદો   ભેદની   એ   પળ   મળે
મુકુલ દવે 'ચાતક '

Post a comment

0 Comments