પંચામૃત


જિંદગી મોનાલિસાનું સ્મિત છે 
અર્થની પંચાતમાં પડતો નથી , .......જીતેન્દ્ર વ્યાસ,                                                


પોતાનાથી અલગ થઈને બીજું શું કરી શકે ?     
માણસ   બહુ   બહુ  તો   ટોળે   વળી    શકે। .......અશરફ ડબાવાલા 


જોઈ છે ખુલ્લાં હૃદયના માણસોની અવદશા ,                                                      
દોસ્તો મોઘમ વાતને હું  સાચવું  છું  ત્યારથી  ........છાયા ત્રિવેદી   


રોજ દિલમાં થાય કે  સાલસ થવું ,
 ખૂબ  અઘરું છે  અહીં માણસ થવું  .........કિશોર મોદી 

મકાનોમાં   લોકો   પુરાઈ  ગયા  છે ,
કે માણસને માણસનો ડર હોય જાણે  ......આદિલ મન્સૂરી 

સાંજ પડતાં સૂર્ય પણ થાકી ગયો ,
રોશની  માટે  લડત  મોંઘી  પડી  .........તુરાબ 'હમદમ '

Post a comment

0 Comments