પંચામૃત

મણકો  છું  પણ હું માળાની બહાર ઊભો છું ,
સાચ્ચું કહું તો સરવાળાની બહાર ઊભો છું। ...............અંકિત ત્રિવેદી

નથી ખાલી જવા દેતો  કદી તું  કોઈ  યાચકને
કસોટી તારી કરવા આજ મેં પયગંબરી માગી ...............અંજુમ ઉઝયાનવી

સાચા લાગવાનો તું પુરાવો ન માગજે
તું બારણું થયો ને હું સાંકળ થયો હતો  ......................અઝીમ કાદરી

પહાડની  ઉંચાઈને   છોડ્યા  પછી
આ નદી પહોંચી શકી સાગર સુધી  .....................અઝીઝ ટંકારવી

આવ્યું એ નામ હોઠ પર તે પછી
સર્વ   નામો   મને   ભસ્મ  લાગે  .......................અઝીઝ ટંકારવી

કેવળ દવાથી  રોગ અમારો નહીં મટે
સમ્બન્ધ પણ ઉમેરો જરી સારવારમાં  ................અદમ ટંકારવી

લાગણીના હિસાબ માંડે  છે
તું  હજી કોષ્ટકોમાં જીવે  છે  ....................અદમ ટંકારવી

ચાલો  ચાલો  ખુદને મળીએ
દર્પણમાંથી બહાર નીકળીએ  .................અરવિંદ ભટ્ટ

કોઈ કારણવશ અમે જન્મોજન્મ આવ્યા
બંધ   મુઠીમાં   લઇ  મોટો  ભ્રમ  આવ્યા  .................અરુણ દેશાણી

સરનામું બધે મારું  હું  તો પૂછતો  હતો
છોડી ગયા છે લોકો તારા દ્વાર પર મને  ..............અદી મિર્ઝા 

Post a comment

0 Comments