પંચામૃત,

મેં ગઝલ મૂકી ને તેં હીરો મુક્યો
તોયે લાગ્યું મેં મને ગિરો મૂક્યો -----------અશોકપુરી ગોસ્વામી

કોઈ પણ ક્યાંયે લખે જો નામ મારુ
અક્ષરો   વચ્ચે   હવે   વંચાય  છે  તું ----------આકાશ ઠક્કર

હૃદયના  દર્દની  તમને  જરા જો કલ્પના આવે
કસમથી આપની જીભે સો સો દુઆઓ આવે ---------કામિલ વટવા

શરીરે   શોભતાં આભૂષણોને  એ  ખબર  ક્યાં  છે 
કે અમે માટીના ઢગલા પર બધો શણગાર કર્યો છે ?-------કુતૂબ આઝાદ

તું મારા દિલમાં રહે કે આંખમાં
ક્યાંય પણ નીચો નહીં પાડું તને ------------ખલીલ ધનતેજવી

સળગતો શબ્દ પણ પીંખાયેલા પરિવાર જેવો છું
મને ના વાંચ , હું  ગઈકાલના અખબાર  જેવો છું ---------ગની દહીંવાલા

મોત આટલું મગરૂર હશે ન્હોતી ખબર
દવા  સુધી  દર્દને  પહોંચવા  દીધું  નહીં ---------ગીતા પરીખ

મ્હેર છે  રક્તનાં સગપણોની
દુશ્મોની  ઊણપ ક્યાં નડે છે ------ગુલામ અબ્બાસ

Post a comment

0 Comments