પંચામૃત,



હથેળીમાં  દમયંતીનો  સ્પર્શ  છે ,
બની માછલી સરકી જાતી ક્ષણો ----------ભગવતીકુમાર શર્મા

તમારી સાથ મારી પ્રીત કંઈ ફોગટ નથી નીવડી ,
ગુલો  પર  આજ ચાલુ છું,  ગુલોને ખાર સમજીને --------મધુકર રાંડેરિયા

મારો પ્રવાસ મારી રીતે ના થઈ શક્યો ,
કૈં  કેટલાય  કાફલા  રસ્તા ઉપર મળ્યા -------હરીન્દ્ર દવે

મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે ,
મને  તો છે  ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું -------શેખાદમ આબુવાલા

એકબીજાથી લખાયેલા છતાં ,
સાવ કોરાકટ્ટ કાગળ આપણે ---------કરસનદાસ લુહાર

એમાં હું મારા લાખ પ્રતિબિંબ જોઉં છું
આંખો છે આપની કે કમળનું તળાવ છે ----------મનહરલાલ ચોક્સી

જુલ્ફોય  કમ  ન્હોતી  લગારે  મ્હેંકમાં ,
મૂર્ખા હતા હકીમ કે અત્તર સુધી ગયા ----------અમૃત ઘાયલ

ઉપાડી જામને મોઢેં મૂકું હમણાં જ સાકી,પણ ,
તમારી  આંખથી  પીવા  મળે છે એ સુરાનું શું ? -------'ગાલિબ' ગુજરાતી

ફેંક્યું'તું  એક ફૂલ કદી એણે વ્હાલમાં ,
વર્ષો થયાં છતાંય હજી કળ વળે નહીં  --------------રશીદ મીર 

Post a comment

0 Comments