પંચામૃત,

હું રડું છું કારણથી હવે ,

હું હસું  તો એને કેવું  લાગશે  ....................અદી મિર્ઝા 

 

વાંસના પોલાણનું  સૈકાઓ  જૂનું મૌન છું ,

વાંસળીની જેમ તું વાગી મને ભરમાવ ના  .........અશરફ ડબાવાળા 

 

નથી  બે  ગજ  ધરાથી  કંઈ  વધારે  માનવી માટે ,

ખબર છે તો   તરસ્યા કરે શાને ભવન માટે ?  ......આતિશ પાલનપુરી 

 

પંખી ક્યાં ? આકાશ ક્યાં ?

પીંછું   બસ   છે    હાથમાં  ...........કમલ વોરા 

 

કેવા  અજાણ  થઈને  નિહાળે છે લોક સૌ 

કોઈના દુઃખને જયારે સમજવાનું થાય છે  ......ગુલામ અબ્બાસ 

 

પાપનાં ને પુણ્યના શું કામ કલ્પાંત છે ,

સ્વર્ગની ને નરકની સરખી સજા દેહાંત છે  ..........ચિનુ મોદી 'ઈશાર્દ '

 

તરસથી  વધુ  જે  પીએ જન્મમાં ,

બીજા જન્મમાં 'ચાતક' બને છે  .............દિલીપ રાવળ 

 


 

 

 

 

 


Post a comment

0 Comments