બન્ધુ ,આ જખ્મો જો ,એમાં કોઈનોય વાંક ના જો ,મુકુલ દવે 'ચાતક'

બન્ધુ , આ  જખ્મો  જો , એમાં  કોઈનોય  વાંક ના જો 
જિન્દગીનીના અર્થ ખુલ્લા થાય છે ,એમાં આંક ના જો 

છોને   પ્રતીક્ષાને   બહાને  જિન્દગી  જીવાઈ  જતી   ને 
તું   હવે   તારા   આગમનમાં  બસ  મને  ક્યાંક  ના જો 

ગામ ,  આ  પગરવ , ગલી  ને  ઝરૂખો  તો  ગયાં  પણ 
વળ્યાં  રસ્તા  તારી  ગલી  સુઘી સૌ , મને  રાંક  ના જો 

આમ     તો    પ્રર્યાપ્ત     છે    આખી    નદીનું   તરસવું 
પી  ગયો  આખી  નદી  સાગર તું એમાં વળાંક  ના જો 

સ્પર્શી   તુજને   વહુ   એ    શ્વાસની   વાત   અલગ   છે 
હું   છું   છું   ને   પણ   નથી   એમાં   મને  કોક  ના  જો 

મુકુલ દવે 'ચાતક'


Post a comment

0 Comments